પ્રવાસી શિક્ષકની નવી ભરતી બાબત માહીતી અને સમાચાર

પ્રવાસી શિક્ષકની નવી ભરતી બાબત માહીતી અને સમાચાર 

પ્રવાસી શિક્ષક ભરતી 2022 માટે ઉપયોગી સૂચનો આ આર્ટિકલમાં આપવામાં આવેલ છે. પ્રવાસી શિક્ષક ભરતીની તમાંમ માહીતી અહી આપવામાં આવેલ છે.


 ક્રમાંકઃ પ્રાશિનિ/ક-નીતિ/2022/5729-5815

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,

બ્લોક નં.12/1, ડૉ.જીવરાજ મહેતા ભવન,

ગુ.રા.ગાંધીનગર તા. 23/06/2022


પ્રતિ,

- જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ

- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ

• શાસનાધિકારીશ્રી, તમામ


વિષયઃ- તાસદીઠ માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવાની મંજૂરી આપવા બાબત.


સંદર્ભઃ- (1) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકઃબમશ/1014/140/ગ તા.21/12/2015

(2) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:બમશ/1014/140/ગ તા.20/12/2021

(3) આ કચેરીના ક્રમાંકઃ પ્રાશિનિ/ક-નીતિ/2021/5083-5169 તા.14/06/2022

(4) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:બમશ/1014/140/ગ તા.22/06/2022


                        ઉપર્યુક્ત વિષય પરત્વેના શિક્ષણ વિભાગના સંદર્ભ-1 ઠરાવથી રાજ્યની જિલ્લા/નગર શિક્ષણસ મિતિ સંચાલિત સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ પૈકી ખાલીર હેલ જગ્યાઓ નિયમિત રીતે ભરાય ત્યાં સુધી શિક્ષણકાર્ય અટકે નહીં તે હેતુથી તાસદીઠ માનદવેતનથીશિ ક્ષણકાર્ય કરાવવાની યોજના સરકારશ્રી દ્વારા દાખલ કરવામાં આવેલ છે. જે અન્વયે શિક્ષણ વિભાગના સંદર્ભ-2 ઠરાવથી પ્રાથમિક શિક્ષણના પ્રવાસી શિક્ષકો માટે તાસદીઠ અને મહત્તમ દૈનિક વેતનમાં સુધારોક રવામાં આવેલ છે.

                     શિક્ષણ વિભાગના સંદર્ભ-4 ના ઠરાવથી રાજ્યની સરકારી/બિન સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં મંજૂર શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત શિક્ષકોથી ના ભરાય ત્યાં સુધી તાસદીઠ માનદવેતનથી શિક્ષણ કાર્ય કરાવવા અંગેની નિયત કરવામાં આવેલ મુદત વર્ષ 2022-23 નુ શૈક્ષણિક

વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવેલ છે.

                     આ કચેરીના સંદર્ભ-૩ ના પત્રથી તમામ જિલ્લા/નગરને પ્રવાસી શિક્ષકો ભરવા અંગેના માંગણાપત્રક રજૂ કરવા સૂચના આપેલ હતી. જે અન્વયે જિલ્લાઓ તરફથી મળેલ માંગણાપત્રક ધ્યાને

લેતાં શિક્ષણ વિભાગ તરફથી મંજૂર કરેલ ગ્રાન્ટની મર્યાદામાં આ સાથે સામેલ એનેક્ષર-1 થી 3 અનુસાર જીલ્લાવાર પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરવામાં આવે છે, જે જીલ્લાવાર ફાળવેલ પ્રવાસી શિક્ષકોની મર્યાદામાં જિલ્લા શિક્ષણાધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીએ વંચાણ-1, 2 અને 4 ઉપરાંત નીચે મુજબની શરતોને આધીન તા.01/07/2022 થી તા.30/04/2023 સુધી પ્રવાસી શિક્ષકોની નિમણૂંક સબંધિત જિલ્લા અધિકારીએ કરવાની રહેશે.


1. ખાલી જગ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરતી વખતે શિક્ષણ વિભાગના તા.01/04/2022 ના ઠરાવની જોગવાઈ અનુસાર તા.30/06/2022 ની સ્થિતિએ શાળામાં શિક્ષક-વિદ્યાર્થી મહેકમ પ્રમાણે મંજૂર મહેકમ કરતાં શિક્ષકોની સંખ્યા વધે નહીં તે જોવાનુંર હેશે.

2. સ્થાનિક કક્ષાએ શાળાના મુખ્ય શિક્ષકે શાળાના એક સિનિયર શિક્ષક તથા શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા સંયુક્ત રીતે પ્રવાસી શિક્ષકની નિમણુંક કરવા નિર્ણય કરવાનો રહેશે.

૩. જિલ્લા/નગર શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં જ્યાં હાલ એક શિક્ષકવાળી શાળા છે ત્યાં બીજો શિક્ષક મળવાપાત્ર હોય તો તેવા કિસ્સામાં પ્રવાસી શિક્ષક માટે તેવી શાળાઓને પસંદગીમાં પ્રાથમિકતા આપવાની રહેશે.

4.ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકોને પ્રાથમિકતા આપવાની રહેશે.

5.ધો-1 થી 5 અને ધો-6 થી 8 ની ખાલી જગ્યાઓ પર નિયત લાયકાત ધરાવતાં ઉમેદવારોની નિમણૂંક કરવાની રહેશે.

6. એનેક્ષર-1 થી 3 અનુસાર મંજુર કરેલ પ્રવાસી શિક્ષકોને ચૂકવવાના થતાં માનદવેતન માટે આ સાથે સામેલ ગ્રાન્ટ માંગણી પત્રક તથા પ્રમાણપત્ર જિલ્લા શિક્ષણાધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારી એ રજુ કરવાનું રહેશે. હાલ જુલાઈ-2022 માસના ખર્ચને ધ્યાને લઈ માંગણાપત્રક રજૂ કરવાનુ રહેશે, જે એક માસના ખર્ચને ધ્યાને લઈ આ કચેરી દ્વારા ત્યાર પછીના દર માસે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. જો સત્રના મધ્યમાં અત્રેથી ફાળવેલ પ્રવાસી શિક્ષકોની

મર્યાદામાં નિમણૂંક આપેલ પ્રવાસી શિક્ષકોની સંખ્યામાં વધારો કે ઘટાડો થાય તો તે અંગેની જાણ અત્રેની કચેરીને કરી તદઅનુસારની માંગણી કરવાની રહેશે.

7. પ્રવાસી શિક્ષકને ચાલુ શૈક્ષણિક કામગીરીમાં કોઈ રજા કે છૂટ આપી શકાશે નહીં.

8. જે નિયમિત શિક્ષક/વર્ગનુ શૈક્ષણિક કાર્ય પ્રવાસી શિક્ષક સંભાળે છે. તે શિક્ષક/વર્ગની શૈક્ષણિક કામગીરી સિવાયની અન્ય તમામ કામગીરી મુખ્ય શિક્ષકે કરવાની રહેશે.

9. ધોરણ 1 થી 5 ની શાળામાં વિદ્યાર્થી સંખ્યા ધ્યાને રાખી 60 સુધીની વિદ્યાર્થી સંખ્યા હોય તો વધુમાં વધુ એક જ પ્રવાસી શિક્ષકની નિમણૂંક કરવાની રહેશે.

10. અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં વર્ગદીઠ શિક્ષકનો રેશિયો નક્કી થયેલ હોઇ, તેમાં ખૂટતા શિક્ષક માટે જ પ્રવાસી શિક્ષકની વ્યવસ્થા કરવાની રહેશે.

11. સદર પ્રવાસી શિક્ષકો નિમણુંક વાળી શાળામાં યોગ્ય કામ કરે છે કે કેમ ? તેની ચકાસણી કરવા તથા બિનજરૂરી કામગીરી/ચુકવણું ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થાતંત્ર જિલ્લા શિક્ષણાધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારી એ તેમની કક્ષાએથી ગોઠવવાનું રહેશે.

12. પ્રવાસી શિક્ષકને કામ સોંપવા માટે કોઈ લેખિત હુકમ કરવાના રહેશે નહીં.


13. શિક્ષણ વિભાગના તા.20/12/2021 ના ઠરાવની શરતો અનુસાર તાસ પદ્ધતિ ન હોઈ, ત્યાં મહત્તમ દૈનિક માનદ વેતન રૂ.510/- અને ઉચ્ચક માસિક મહત્તમ વેતનની મર્યાદા રૂ.10,500/- થી વધે નહી તે મુજબ પ્રવાસી શિક્ષકોને માનદ વેતન ચુકવવાનું રહેશે.

14. પ્રાથમિક શાળાઓમાં બાળકોનું શૈક્ષણિક કાર્ય ચાલુ હોય તેટલા દિવસ પુરતા જ પ્રવાસી શિક્ષકને કામગીરી કરાવવાની રહેશે અને તે કરેલ કામગીરીના દિવસો પૂરતો જ પગાર ચૂકવવાનો રહેશે.

15. પ્રવાસી શિક્ષકોને ચૂકવવાના થતાં માસિક પગારની રકમ જીલ્લા કક્ષાએથી ફાળવણી કરી શાળા કક્ષાએથી જે તે શિક્ષકને RTGS મારફતે જ ચૂકવવાનો રહેશે તથા તેની વિગતો સબંધિત જીલ્લા અધિકારીએ આ કચેરીને રજૂ કરવાની રહેશે.

16. આ યોજના અંતર્ગત નિયમાનુસાર પ્રવાસી શિક્ષકોની નિમણુંક અને માનદ વેતનની ચુકવણી થાય તે અંગેની તકેદારી સબંધિત અધિકારીશ્રીએ રાખવાની રહેશે. તેમજ તેમા ચૂક થવાને કારણે ભવિષ્યમાં કોઇ વહીવટી કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગેની સઘળી જવાબદારી સબંધિત

અધિકારીની રહેશે.

17. આપના જિલ્લા/નગરમાં આ કચેરી દ્વારા ફાળવેલ પ્રવાસી શિક્ષકોની સંખ્યા કરતાં ઓછા પ્રવાસી શિક્ષકોની જરૂરીયાત હોય તો આ પત્ર મળ્યેથી દિન-7 માં આ કચેરીને જાણ કરવાની રહેશે જેથી અન્ય જરૂરીયાતવાળા જિલ્લા/નગરમાં તે મુજબના પ્રવાસી શિક્ષકો ફાળવી શકાય.

18. ઉપરોકત શરતો ઉપરાંત શિક્ષણ વિભાગના તા.21/12/2015, તા.20/12/2021 અને તા.22/06/2022 ના ઠરાવ તથા વખતોવખતના અન્ય ઠરાવની જોગવાઇઓ અને શરતોનું પાલન કરવાનું રહેશે.


(આર. આર. પટેલ)

નાયબ શિક્ષણ નિયામક

ગુ.રા.ગાંધીનગર

બિડાણઃ- એનેક્ષર-1 થી 3, પ્રમાણપત્ર અને ગ્રાન્ટ માંગણી પત્રક.

નકલ સવિનય રવાના:-

અંગત સચિવશ્રી, માન.મંત્રીશ્રી શિક્ષણ, સ્વર્ણિમ સંકુલ-1, સચિવાલય, ગાંધીનગર

અંગત સચિવશ્રી, માન.મંત્રીશ્રી શિક્ષણ (રા.ક.) સ્વર્ણિમ સંકુલ-2, સચિવાલય, ગાંધીનગર

સચિવશ્રી, પ્રા.અને માધ્ય. શિક્ષણ, શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર


પ્રવાસી શિક્ષક ભરતી GR અહીથી ડાઉનલોડ કરો





0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો